તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
મોરબીના આનંદનગરમાં પાણીની મોકાણઃ લોકો ત્રાહિમામ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૮: મોરબીમાં મચ્છુ ૨ ડેમના રિપેરિંગને લીધે પાલિકામાં દરરોજ પાણીના પ્રશ્નને લઈ લોકો હલ્લાબોલ બોલ્યો હતો ત્યારે ડેમ રીપેરીંગ થઇ ગયા પછી પણ પાણીની સમસ્યા યથાવત રહી છે જેમાં બાયપાસ પાસે આવેલ આનંદ નગર વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી પાણીનું ટીપું આવ્યું નથી આથી લોકોને પાણીના ટેન્કર મંગાવા પડે છે.
પાણી પુરવઠા અને પાલિકા એક બીજા ઉપર ઢોળી રહ્યા છે. જેનું ભોગ લોકોને બનવું પડે છે. આ વિસ્તારમાં મોટાભાગે સામાન્ય પરિવાર રહે છે. જેમને પાણી વેચાતું લેવું પોસાઈ તેમ નથી, અને પાલિકાનું ટેન્કર આવે છે તો એમાં પાણી ભરવા બાબતે મહિલાઓમાં દરરોજ બેડા યુદ્ધ થાય છે અને વિસ્તારને પાણી પૂરું પણ પડતું નથી. આથી પાલિકા અને પાણી પુરવઠા બંને ભેગા મળી વહેલી તકે પાણીનો પ્રશ્નનું ઉકેલ લાવે તેવું રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
