તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
મોરબીના સ્વામિનારાયણ મંદિરનું ગેરકાયદે બાંધકામ નહીં હટાવાતા બે દિવસમાં હટાવવા ફરી નોટિસ ફટકારી
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહિત ૧૨ આસામીઓને નોટિસઃ મચ્છુ નદીમાં પૂર આવ્યે જાનહાની થશે તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૮: મોરબીની મચ્છુ નદીમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરવા મામલે મોરબી નગર પાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત ૧૨ અસામીઓને નોટિસ ફટકારી બે દિવસમાં સ્વખર્ચે તમામ બાંધકામ દૂર કરવા આદેશ આપ્યો છે સાથે જ જો ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.
મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા જાગળત નાગરિકોની ફરિયાદ બાદ જિલ્લા કલેકટર સહિતના તંત્રવાહકો દોડતા થયા હતા અને તપાસના આદેશ આપવામાં આવતા મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં નદીના પટ્ટની અંદર ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ બનતા મોરબી પાલિકા દ્વારા નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવેલ હતી તેમ છતાં પણ બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું.
ત્યારે મોરબી નગરપાલિકાએ ફરીથી ગઈકાલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા ભરતભાઈ ભગવાનજીભાઈ બોપલીયા સહિતના ૧૨ વહીવટ કર્તાને સરકારની જોગવાઈઓ મુજબ વોટરબોડી લાઈનનાં કંટ્રોલ લાઈન ૩૦ મીટરમાં કોઈ પણ બાંધકામ કરવાનું ન હોઈ, તેમ છતાં નદીના પટથી ૩૦ મી. ની અંદર કંટ્રોલ લાઈનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોવાથી જાનહાનીને નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરી તાકીદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.
જ્યારે મંદિરના વહીવટકર્તા ભરતભાઈ બોપલિયાએ આ નોટિસ અંગે જણાવ્યું હતું કે અમારી સંસ્થાની હેડ ઓફિસની લીગલ ટીમને નોટિસ અંગે જાણ કરાઈ છે. સરકારના નિયમો અને આદેશનું કાયદા મુજબ પાલન કરવામાં આવશે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
