તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
વાંકાનેરના રંગપર પાસે વાહને ઠોકર મારતા દિનેશનું મોત
વાંકાનેર તાલુકા પોલીસે યુવાનના વાલી વારસની શોધખોળ હાથ ધરી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨૮: વાંકાનેરના રંગપર ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યુ હતું.
મળતી વિગત મુજબ રંગપર ગામ નજીક આવેલી સોમનાથ હોટલની સામે ખરાબામાં કચરો વીણવાનું કામ કરતો આશરે ૩૭ વર્ષનો અજાણ્યા યુવાનને કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતક યુવાન સાથે ધનુબેન ભીખાભાઇ નામની યુવતીએ આ યુવાનનું નામ દિનેશ જણાવ્યું હતું. જો કોઇ આ યુવાનના વાલીવારસ હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૨૮ -૨૨૦૬૬૫ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
