તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ખંભાળીયા પંથકમાં અઢી થી ૩ ઇંચ વરસાદઃ સોૈરાષ્ટ્ર- કચ્છમાં વાદળા
કેશોદ, વિંઝલપર, ઠાકરશેરડી, ગોલણશેરડી, ભાડથર, રાજપરા સહિતના વિસ્તારોમાં હળવો-ભારે વરસાદ પડયો

રાજકોટ તા.૨૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.
ગઇકાલે ખંભાળીયા કલ્યાણપુર પંથકમાં અઢી થી ૩ ઇંચ વરસાદ પડયો છે.
ખંભાળીયા
દેવભુમિ દ્વારકા જિલ્લામાં કાલે દ્વારકામાં ઝાપટા તથા ભાણવડ કલ્યાણપુરમાં કંઇ વરસાદ પડયો ન હતો. જયારે ખંભાળીયા તાલુકાના કેશોદ, વિજલપર, ઠાકરશેરડી, ગોલણશેરડી, ભાડથર તથા કલ્યાણપુર તા.ના રાજપરા વિસ્તારમાં જોરદાર ગાજવીજ સાથે અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થઇ ગયા હતા. ખંભાળીયામાં પોણો ઇંચ વરસાદ પડયો હતો.
ભારે વીજળી પડતા અનેક સ્થળે વીજ વાયરો તુટતા તથા ટ્રાન્સફોર્મરો પર વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
કેશોદ ગ્રામ્ય પંથકમાં વીજળી પડતા ખેતરમાં કામ કરવા આવેલા બલુભાઇ ચલાવા નામના ૪૮ વર્ષના પરપ્રાંતિયનું મોત નિપજયું હતું. મધ્યપ્રદેશ તરફથી આવેલો આ મજુર પરિવાર આધાર વગરનો થઇ ગયો હતો. જયારે કેશોદમાંજ વાડી વિસ્તારમાં રહેતા ખેડુત પુંજાભાઇ સવદાસભાઇના ખેતરમાં ભેંસો પર વીજળી પડતા ત્રણ ભેંસના મૃત્યુ નિપજ્યા હતા.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
