<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ભુજની હોમગાર્ડ કચેરીમાં રાજાશાહીના જમાનાના પટારામાંથી નીકળ્‍યો ખજાનો

જ્‍યાં પહેલા ટંકશાળ હતી અને કચ્‍છનું નાણાકીય ચલણ છપાતુ હતું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ભુજની હોમગાર્ડ કચેરીમાં ટેબલ તરીકે વપરાતા રાજાશાહીના પટારા ઉપર કમાન્‍ડન્‍ટ મનીષ બારોટનું ધ્‍યાન જતાં તેમણે આ અંગે પ્રાંત અધિકારી અમિત જાદવને જાણ કરી હતી. પ્રાંત અધિકારીએ પણ આ બાબતને ગંભીરતાથી લઈ શહેર મામલતદાર તેમ જ જાગીર શાખાના અધિકારીઓને તપાસ અર્થે મોકલ્‍યા હતા. જે તપાસમાં આ પટારા ની અંદર રાજાશાહીના જમાનાના ચાંદીનો એન્‍ટિક ખજાનો નીકળ્‍યો હતો. તંત્રએ આ અંગે નોંધ કરી સીલ મારી આ ચીજ વસ્‍તુઓ સરકાર હસ્‍તક લેવાની કામગીરી હાથ ધરી હતી.

(11:01 AM IST)