તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
નરેન્દ્રભાઇ મોદી અને ભૂપેન્દ્રભાઇ પટેલે કન્યા શિક્ષણને વેગ આપતા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતી થઇઃ પારૂલ આડેસરાઃ જસદણ પંથકમાં શાળા પ્રવેશોત્સવઃ મામલતદાર ઍન.સી.વ્યાસ ઉપસ્થિત

રાજકોટ તા. ૨૮ હાલમાં ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની..ઌદ્ગક્ન ધ્યેય સાથે ગુજરાતભરમાં બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે ઉત્તમ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી શાળા વેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્ના છે. આ મહોત્સવની ૨૧મી કડીના બીજા દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના માધવીપુર ગામ, વડોદ ગામ અને ગોડલાધાર ગામમાં સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરાના અધ્યક્ષસ્થાને તથા મામલતદાર ઍન. સી. વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં શાળા વેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાઍ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતાં સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા ઍ જણાવ્યું હતું કે શાળા વેશોત્સવ ઍ વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું થમ સોપાન છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાધાન નરેન્દ્રભાઈ મોદીઍ રાજયમાં શાળા વેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેના પગલે શાળાઅોમાં આ વર્ષે પણ ભૂલકાંઓને હરખભેર આવકારવામાં આવી રહ્નાં છે. નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજયમાં કન્યા શિક્ષણને વેગ આપ્યો છે. તેમના સફળ યાસોને પરિણામે દીકરીઅો ઉચ્ચ અભ્યાસ કરતી થઈ છે. આ તકે મામલતદાર ઍન. સી. વ્યાસ ઍ જણાવ્યું હતું કે અહીં કાર્યક્રમોમાં જાવા મળી રહેલી દીકરીઓની બહોળા માણમાં સહભાગીતા ‘બેટી બચાઅો, બેટી પઢાઓ’ અભિયાનની સાર્થકતા ગણી શકાય. તેમજ શાળા વેશોત્સવ દરમિયાન બાળકોમાં ગટાવેલી શિક્ષણની ચિનગારી ભવિષ્યમાં તેમની સફળ કારકિર્દીરૂપે મશાલ બની રહેશે, જે ખુશીની વાત છે. માધવીપુર ાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં બાલવાટિકામાં ૧ દિવ્યાંગ સહિત ૬ કુમારો અને ૬ કન્યાઓ મળીને ૧૨ બાળકો તથા ધો. ૧માં ૧૨ કુમારો અને ૬ કન્યાઅો મળીને ૧૮ બાળકો સહિત કુલ ૩૦ બાળકોને વેશ અપાયો હતો. મહાનુભાવોના હસ્તે મિશન સ્કૂલ્સ અોફ ઍક્સેલન્સ ોજેક્ટ અંતર્ગત જ્ઞાનકુંજ વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબનું ઉદ્દઘાટન કરાયું હતું અને આંગણવાડીમાં બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર સંજયભાઈ મકવાણા, આર.બી.ઍસ.કે. મેડિકલ ઓફિસર ડો. રીનાબેન સાકરીયા, આઇ.સી.ડી.ઍસ. મુખ્ય સેવિકા હિરલબેન ગોસ્વામી, આચાર્યશ્રીઅો પૂનમબેન વિષ્ણુ, ગિરીશભાઈ બાવળિયા, જીતેન્દ્રભાઈ બારોટ, વિશાલભાઈ પટેલ, વિજયભાઈ દેસાણી, વૈશાલીબેન ધંધુકિયા, આગેવાન અશોકભાઈ ચાઉં, ધીરુભાઈ માનકોલીયા, જીજ્ઞેશભાઈ ચાઉં, ધનજીભાઈ કાગડીયા, લાયઝન અધિકારી સંદીપભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્નાં હતાં.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
