News of Tuesday, 25th June 2024
ધોરાજીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન: અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ
મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા રસ્તા ઉપર પાણી વહી ગયું:વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે
ધોરાજી શહેરમાં તેમજ આજુબાજુ વિસ્તારોમાં મેઘરજાએ સાંજે ધમાકેદાર એન્ટ્રી કરતા અને ભારે ગાજ વીજ સાથે વરસાદ શરૂ થતા લોકોમાં આનંદ છવાયો હતો
ચોમાસાના પ્રારંભ સાથે પ્રથમ વખત આ રીતે ધોરાજીમાં સારો વરસાદનો પ્રારંભ થયો હતો...?
લોકોમાં છેલ્લા ઘણા સમયથી ભારે ગરમીને હિસાબે ત્રાસી ગયા હતા પરંતુ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા રસ્તા ઉપર પાણી વહી ગયું હતું
ધોરાજીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો
આ પ્રકારે વરસાદ આવતા લોકોમાં રાહતની લાગણી અનુભવાય હતી
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
