તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 25th June 2024
અમરેલીના ધારીના ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ: ખેતરો પાણીથી તરબોળ થયા
અસહ્ય ગરમી, ઉકળાટ બાદ ગીરના ગ્રામ્યમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

અમરેલી : સૌરષ્ટ્રભરમાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજાએ મુકામ કર્યો છે સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે
અમરેલી જિલ્લાના ધારીના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ધારીના ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદ પડતાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા. અસહ્ય ગરમી, ઉકળાટ બાદ ગીરના ગ્રામ્યમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
