<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

અમરેલીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો : વાવડી ગામની સ્થાનીક નદીમાં પુર

વાવડી, શેલ ખંભાળિયા, કરેણ, ધારગણી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ : વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

અમરેલી : સૌરષ્ટ્રભરમાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી  મેઘરાજાએ મુકામ કર્યો છે સતત અનરાધાર વરસાદ વરસી રહયૉ છે, 

  અમરેલીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. ચલાલા નજીક આવેલા વાવડી, શેલ ખંભાળિયા, કરેણ, ધારગણી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. મેઘરાજાએ હેત વરસાવતા ખેતરો વરસાદી પાણીથી છલકાયા છે. વાવડી ગામની સ્થાનીક નદીમાં પુર  આવ્યું છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.


 

(8:35 PM IST)