તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st June 2024
રાત્રે પાલીતાણા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો: રિક્ટર સ્કેલ પર 3.,7ની તીવ્રતા :લોકોમાં ભયનો માહોલ
પાલીતાણાનાં દુધાળા, ઘેટી ચોંડા, નાનિમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવ

ભાવનગર જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભાવનગરનાં પાલીતાણા પંથકમાં વિવિધ વિસ્તારમાં આજે રાતે અંદાજે 9:27 કલાકે ધરાં ધ્રૂજી છે. આ આંચકો 3.7 ની તીવ્રતાનો હોવાનું હાલ જાણવા મળ્યું છે. પાલીતાણાનાં દુધાળા, ઘેટી ચોંડા, નાનિમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
