<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ભાવનગરમાં 34 કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો :મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી

ભાવનગરમાં ફરી ગરમીનું જોર વધ્યું છે. આજે 34kb ની ઝડપે ભારે પવન ફૂંકાવવા છતાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. લોકો  બફારા ને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. વરસાદ ખેંચાતા અને ગરમી વધતા લોકો અકળાયા છે.
ગોહિલવાડ પંથકમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ મેઘરાજાનું આગમન ન થતા તથા ગરમીનો પારો ફરી વધતા ગરમી -બફારાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાન 28.8 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50% રહ્યું છે. જ્યારે પવનની ઝડપ 34 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:38 PM IST)