તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
કચ્છનાં ક્રીક વિસ્તારમાં પ કરોડનો ડ્રગ્સનો કોથળો ઝડપાયો
અત્યાર સુધીમાં સવા સો કરોડનો નશાકારક પદાર્થ કબ્જે કરાયો કચ્છની દરિયાઇ પટ્ટી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશનમાં વધુ એક સફળતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦: કચ્છના ક્રીક વિસ્તારમાંથી પ કરોડનો ડ્રગ્સનો કોથળો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. અત્યાર સુધીમાં સવા સો કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે.
આજ રોજ તા.૨૦/૦૬/૨૦૨૪ ના રોજ વહેલી સવારે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન યક્ષ મંદિરથી આગળ સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં એક કોથળો મળી આવેલ છે.
જેને ચેક કરતા તેમાંથી ૧૦ પેકેટ ચરસના નીકળી આવેલ છે. મરીન સેકટર ના ઇન્ચાર્જ શ્રી ડીવાએસપી આર.એક. ચોધારી ના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમ પીએસઆઇ કે.સી. પટેલ., એચ.સી. અરિવંદભાઇ રોજાસરા તથા એચ.સી. લાખાભાઇ ડાભી તથા મરીન કમાન્ડો ભાવેશભાઇ જોટવા તથા મરીન કમાન્ડો કૃષ્ણદેવસિંહ સરવૈયા તથા નૈતિકભાઇ યાદવ તેમજ એસબીઆઇ બી.બી. સંગાર સાથે ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ ૧૦ પેકેટ જખોૈ મરીન પોલીસ સ્ટેશનમાં જમાં કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
