<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ કાંઠાથી કરોડોનું ડ્રગ્‍સ ઘુસાડવાનું નેટવર્ક?

દરિયાકાંઠે વારંવાર રેઢા મળતા ડ્રગ્‍સના પેકેટો સિવાય ડ્રગ્‍સનો મોટો જથ્‍થે મુળ જગ્‍યાએ સગેવગે થઇ જતો હોવાની શંકા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૦: સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના દરિયાકાંઠે લાંબા સમયથી રેઢા મળી આવતા ડ્રગ્‍સના પેકેટો અંગે દેશહિત માટે કાંઠા વિસ્‍તારમાં નજર રાખતા ડેન્‍જર- ચાર્લીએ વધુ એક ઇશારો કર્યો છે કે, દરિયાકાંઠે પેકેટોમાં મળતા ડ્રગ્‍સના જથ્‍થ સિવાય ડ્રગ્‍સનો મોટો જથ્‍થો મુળ જગ્‍યાએ સગેવગે થઇ જતો હોવાની શંકા દર્શાવી છે.

ડેન્‍જર-ચાર્લી તેના દેશહિત માટેના ઇશારામાં સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ કાંઠેથી અંદાજે ૨૦૦ કરોડની આસપાસનો ડ્રગ્‍સનો જથ્‍થો ઘુસાડવાનું નેટવર્ક ઘુમરા મારી રહયું છે. જેની ઉંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે.

કચ્‍છના જખોૈ, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરના અતિ સંવેદનશીલ દરિયાકાંઠા ઉપર મળેલા બિન વારસી ડ્રગ્‍સના પેકેટોનો અત્‍યાર સુધી ૫૦ ટકા જથ્‍થો મળી આવ્‍યો છે. આ સિવાય કરોડોનું ડ્રગ્‍સ સગેવગે અને આ પાછળ કચ્‍છ પંથકનો એક કાંઠો ચર્ચિત બન્‍યો છે

(1:49 PM IST)