<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

અમરેલી જીલ્લામાં ૧૭ જગ્‍યાએ જુગારના દરોડાઃ ૧૦૪ શખ્‍સો ૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

પોલીસ અધિક્ષક હિમકરસિંહની આગેવાનીમાં પોલીસ વિભાગની કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૦ : પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં પોલીસે જુદા જુદા ૧૭ સ્‍થળોએ જુગારના દરોડાઓ પાડી ૧૦૪ શખ્‍સોને બે મોબાઈલ સહિત રૂ.૨,૧૮,૧૩૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા આલકુ નાજભાઈખુમાણ, રમેશ જીલુભાઇ પઢીયાર સહિત ૪ શખ્‍સોને હેડ. કોન્‍સ ભુજ બલદાન માંગાવદરાએ રોકડ રૂા. ૧૦,૭૭૦સાથે, લીલીયા તાલુકાના આંબા ગામે પ્રવિણ બાલાભાઈ થાવાણી, આશિષ નનુભાઈ પાથર, રજનીક ખોડાભાઈ ખંખાળ, અશોકભીખાભાઇ રૂપારેલીયા, સંજય શશીકાંતભાઈ શુકલ સહિત ૮ શખ્‍સોને પો.કોન્‍સ. વિજયભાઈ લાલુએ રોકડ રૂા. ૧૫,૦૮૦ સાથે, લીલીયા હનુમાનપરા બાપા સીતારામ મઢી વાળી શેરીમાં અજયકરશનભાઈ ગોરી, રમેશ રામભાઈ જાદવ, અજય દિલીપભાઈ ડાભી, ભાવિક રમેશભાઈ પરબત સહિત ૭ શખ્‍સોને પો.કોન્‍સ. સંજયભાઈ ઈટાળીયાએ રોકડ રૂા. ૧૧,૪૬૦ સાથે,

 ધારી તાલુકાના ખીસરી ગામે શંભુભાઈ ભાણાભાઇ માલણીયાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ શેરીમાં કાળુ ભાણાભાઈ માલણીયા, મહેશ મધુભાઈ માલણીયા, ફતેમહમદ જમાલભાઈ બ્‍લોચ, સંજય ધનજીભાઈ કુડેચા સહિત ૬ શખ્‍સોને લોકરક્ષક અનકભાઈ મોભે રોકડ રૂા. ૧૧,૫૬૦ સાથે,

બગસરા તાલુકાના સુડાવડ ગામે આવેલ શિવ મંદિર પાસે રહેતાં ગૌતમભાઈ ભીખુભાઈ વાળાના ઘરની સામે ગૌતમ ભીખુભાઈ વાળા, અનક દડુભાઇ બીખડા, મોહીન સલીમભાઈ તમીમી, વનરાજ સુમતભાઈ હુઘડ, યુસુબ અબુભાઈ તમીમી સહિત ૭શખ્‍સોને   ઝડપી પાડયા છે. 

(1:52 PM IST)