News of Thursday, 20th June 2024
ગણેશ જાડેજાનાં જામીન અંગે અ કાલે જૂનાગઢ કોર્ટમાં સુનાવણી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૦ : જુનાગઢના સંજય સોલંકીનું અપરણ હત્યાની કોશિશ અને એટ્રોસિટી સહિતના ચકચારી કેસમાં ૫ આરોપીની જામીન અરજી પર વધુ સુનાવણી આવતીકાલ તા. ૨૧ જૂનના રોજ રાખવામાં આવી છે.
આ કેસમાં હાલ જુનાગઢ જેલમાં બંધ મુખ્ય આરોપી ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ કેસરીસિંહ જાડેજા, જયપાલસિંહ ઉર્ફે જે. કે. રાણા ક્રિપાલસિંહ રાણા, ઈન્દ્રજીતસિંહ દાદુભા જાડેજા અને પળથ્વીરાજસિંહ રેવતુભા જાડેજા સહિત ૫ આરોપીએ ૧૫ જૂનના રોજ જુનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જેના પગલે આરોપીઓને ગઈકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમવાર આરોપીઓ ખુલ્લા ચહેરે રજૂ થયા હતા.
જોકે જામીન અરજી અંગે કોર્ટમાં કોઈ -કારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. આરોપીઓની જામીન અરજીની વધુ સુનાવણી આવતીકાલ તા. ૨૧ જૂનના રોજ પર મુલતવી રાખવામાં આવી હતી. હવે આવતીકાલે દિવસે અદાલત જામીન અરજી પર શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાયેલ છે
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
