તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 20th June 2024
દારૂના કેસમાં સંડોવાયેલા ટંકારાના શખ્સનો જામીન પર છુટકારો
૨૦૨૦માં હળવદ પોલીસ મથકે ઝડપેલા દારૂના ગુનામા સંડોવણી ખુલતા જેલ હવાલે થયો'તો, ટંકારાના વકીલે જામીન મુક્ત કરાવ્યો

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૨૦: હળવદ પોલીસ મથકમા ઈંગ્લીશ દારૂના કેસમા સંડોવાયેલા શખ્સે ટંકારાના વકીલ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી રજુ કરવામા આવતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી રાજસ્થાન રાજ્યના ઈસમને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
હળવદ પોલીસે વર્ષ ૨૦૨૦મા ઈંગ્લીશ દારૂ ઝડપ્યો હતો. જે વખતે ૯૫ બોટલ ઈંગ્લીશ દારૂનો કેસ નોંધાયો હતો. જે ગુનામા નામ ખુલતા રાજસ્થાનના રાજ્યના ઝાલોદ જીલ્લાના સાંચોર તાલુકાના બાવરલા ગામના મોહનલાલ રૂગનાથ ઢાંકાને આરોપી બનાવી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન જામીન મુક્ત થવા દારૂના ગુનામા આરોપી બનેલા મોહનલાલે હળવદ કોર્ટ મા જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી હતી. બાદમા રાજસ્થાનના શખ્સે ટંકારાના એડવોકેટ અતુલભાઈ ત્રિવેદી મારફત સેસન્સ કોર્ટમા જામીન અરજી રજુ કરતા અદાલતે આરોપી તરફેના વકીલ અતુલ ત્રિવેદીની આરોપી ની દારૂના ગુનામાં સીધી સંડોવણી ન હોય અને તેના પર લાગેલા આક્ષેપો તથ્ય વિહોણા હોવાની બચાવ પક્ષની ધારદાર દલીલોને કોર્ટે સ્વિકારી બીજા એડીશનલ જજ કમલભાઈ પંડ્યાએ આરોપીને રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
