News of Thursday, 20th June 2024
દિવના દરિયામાં લાપતા કચ્છ શિક્ષક સમાજના અગ્રણી દિનેશભાઇ શાહના પુત્રની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૦: કચ્છના માંડવીથી સોમનાથ અને દીવ ફરવા ગયેલા બે યુવાનો પૈકી એક યુવાન દીવના દરિયામાં ગરકાવ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. કચ્છ સહિત રાજ્યના શિક્ષક સમાજના અગ્રણી દિનેશભાઈ શાહ (માંડવી) નો ૨૯ વર્ષીય યુવાન પુત્ર દીપ તેના મિત્ર હર્ષ યોગેશ ત્રિવેદી સાથે સોમનાથ અને દીવ ફરવા નીકળ્યો હતો.
સોમનાથ દર્શન કર્યા બાદ બન્ને મિત્રો દીપ અને હર્ષ દીવ પહોંચી હોટેલમાં રોકાઈ દરિયા કિનારે ફરવા નીકળ્યા હતા. તે દરમ્યાન પથ્થર ઉપર બેઠા હતા ત્યાં મોટા ઉછળતા મોજામાં બન્ને મિત્રો તણાવા લાગતાં બૂમાબૂમ કરી હતી. સદનસીબે હર્ષ ત્રિવેદી ને અન્ય લોકોએ બહાર કાઢી લીધો હતો. જોકે, પથ્થર માં અથડાવાથી તેને ઈજાઓ થઈ હતી. પરંતુ દીપ દિનેશ શાહ દરિયામાં તણાઈ ગરક થઈ જતાં તેની બે દિવસથી શોધખોળ કરાઈ રહી છે. દીવ મધ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, દીવ પોલીસ સ્ટાફ તથા જાયન્ટસ ગ્રુપ દ્વારા દીપ ને શોધવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
