તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
જામજોધપુરમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા પેટ્રોલ પંપનું લોકાર્પણ થશે

જામજોધપુર, તા.૨૦: જામજોધપુર વિવિધ કાર્યકરી સહકારી મંડળી દ્વારા મીની બસ્સ્ટેન્ડ ની બાજુમાઇન્ડિયન ઓઇલ (આઈ. ઓ. સી .એલ) ના પેટ્રોલ પંપનું તા.૨૭ સાંજે ૬:૦૦ કલાકે રાજ્યના પૂર્વ મંત્રી અને સહકારી મંડળીના પ્રમુખ ચીમનભાઈ સાપરીયાના હસ્તે લોકાર્પણ રાખવામાં આવેલ છે જેમાં (i o c l) કંપનીના અધિકારીશ્રીઓ તેમજ સહકારી મંડળીના ડાયરેક્ટર શ્રીઓ તેમજ ખેડૂતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરાશે આ પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલ ડીઝલ નું વેચાણ શરૂ કરાશે અને ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક વ્હીકલ ર્ચાજિંગ સ્ટેશન પણ શરૂ કરવાનું આયોજન છે.
તેમજ વધુમાં સહકારી મંડળીના ચેરમેન ચીમનભાઈ સાપરીયા એ જણાવ્યા મુજબ જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બાજુમાં (એચ.પી.સી.એલ) કંપનીના પેટ્રોલ પંપનું બાંધકામ ચાલી રહેલ છે જ્યાં પણ જામજોધપુર વિવિધ કાર્યકરી સહકારી મંડળી દ્વારા ટૂંક સમયમાં બીજા પેટ્રોલ પંપ નું લોકાર્પણ કરવામાં આવશે અને તેની બાજુમાં જ ખેડૂતો માટે કળષિ મોલ નું બાંધકામ ચાલી રહેલ છે જે પૂર્ણ થયે કળષિ મોલ પણ લોકાર્પણ કરવાનું સહકારી મંડળી દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત જામ જોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા આઈ. ઓ. સી કંપનીના ગેસ સિલિન્ડર ના ઓથોરાઇઝડ ડીલર છે જેમાં ૧૯૫૦૦ ગ્રાહકોને છેલ્લા પચીસ વરસ થયા ગેસ બોટલની સુવિધાઓ સંતોષ કારક રીતે શહેર તેમજ તાલુકામા વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ છેલ્લા ત્રણ વરસ થયા સહકારી મંડળી દ્વારા સી.એન જી. પંપ ની સુવિધા ઉપલબ્ધ કરાવી જામ-જોધપુર તાલુકાના સી. એન જી વાહન ચાલકોને સંતોષકારક સેવાઓ આપવામાં આવે છે. વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ઉપપ્રમુખ ગીરીશભાઈ ખાંટ તરફથી અનુરોધ કરાયો છે
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
