તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
જસદણ સ્વામિનારાયણ મંદિરમાં ૧૨ કલાક અખંડધૂનઃ મહિલાઓએ કઠોળના વાઘા બનાવ્યા

રાજકોટઃ સતયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞથી, દ્વાપરમાં પૂજા અર્ચન કરવાથી જે ફળ મળતું તે ફળ કળિયુગમાં કેવળ નામ જપથી મળે છે એમ ધર્મનંદન સ્વામીએ કહ્યું હતું. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ધૂન ભજનના આયોજનો અવરિત ચાલી રહ્યા છે . સ્વામીશ્રી ધર્મનંદનદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જસદણ શ્રી સ્વામિનારાયણ મંદિર કૈલાસ નગર ખાતે ૧૨ કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવેલ . જસદણ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૧૨ કલાકની અખંડ ધૂનના આયોજનમાં કલાક કલાકના વારા પ્રમાણે નાના મોટા ભક્તો જોડાયેલા. સવારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મહા નિરાજન આરતી તથા પૂજન શ્રી પ્રભુ સ્વામીએ કરેલ ત્યારબાદ ભક્તોને શ્રી ધર્મનંદન સ્વામીએ ધૂનનો મહિમા કહ્યો હતો . સ્વામી શ્રી કૃપાવત્સલ સ્વામી તથા વેદાંત સ્વામીએ ૧૨ કલાકની ધૂનનો પ્રારંભ કરાવ્યો હતો . અખંડ ધૂનના યજમાન શ્રી દર્શિત વિપુલભાઈ સુલીયા જળપાન કર્યા વિના નિર્જળા ઉપવાસ કરીને ધૂનમાં જોડાયા હતા . ઉપરાંત શ્રી અરવિંદભાઈ માલવીયા, લલિતભાઈ બાંભરોલિયા, શૈલેષભાઇ માલવીયા, વિપુલભાઈ સુળીયા, નિતીનભાઈ સાવલીયા વગેરેએ છ છ કલાક ધૂનનો લાભ લીધો હતો. જસદણ પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિર ખાતે પણ અખંડ ધૂનનું મહિલાઓ દ્વારા આયોજન થયેલ . વિશેષમાં શ્રી ઘનશ્યામ મહારાજને શ્રી ભક્તિ મહિલા મંડળ તથા પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિરના સાંખ્ય યોગી મહિલાઓએ ચણા, તુવેરદાળ, મગદાળ, ચોળી, મગ, વાલ, વટાણા, રાજમા, અડદ વગેરે કઠોળના વાઘા તૈયાર કરેલ. ૩૦ કલાક ઉપરાંતની ભક્તિથી તૈયાર થયેલ વષાો ભગવાન શ્રી સ્વામિનારાયણને ધરાવામાં આવેલ.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
