તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
ગોંડલના બંધીયામાં જમીનના વિવાદમાં બે પરિવાર વચ્ચે મારામારીઃ સામસામી ફરીયાદ
જયાબેન સોજીત્રાએ લાલજી, પરેશ અને જેવીન સામે તથા સામાપક્ષે જેવીન મકવાણાએ છગન, મનસુખ, ભુપત સહીત ચાર સામે ફરીયાદ નોંધાવી

રાજકોટ, તા., ૨૦: ગોંડલના બંધીયા ગામ પાસે વારસાઇની જમીનના વિવાદમાં બે પરિવાર વચ્ચે મારામારી થતા સામસામી ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ બંધીયા ગામમાં રહેતા જયાબેન છગનભાઇ સોજીત્રા (ઉ.વ.૬૨ા એ ગોંડલતાલુકા પોલીસ મથકમાં લાલજી કેશવજીભાઇ મકવાણા, પરેશ લાલજી મકવાણા, જેવીન કેશવભાઇ મકવાણા સામે ફરીયાદ નોંધાી છે. જયાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, ગામ પાસે આવેલી પોતાની વારસાઇની જમીનમાં આરોપીઓએ દબાણ કરેલ હોઇ તે બાબતે કોર્ટમાં કેસ ચાલી જતા પોતે કેસ જીતી જતા તે આરોપીઓને સારૂ ન લાગતા પોતાની તથા પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી પથ્થરના ઘા કરી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જયારે સામાપક્ષે જેવીન પરેશભાઇ મકવાણાએ ગામમાં રહેતા છગન બચુભાઇ સોજીત્રા, મનસુખ બચુભાઇ સોજીત્રા, ભુપત બચુભાઇ સોજીત્રા અને તેની પત્ની સામે ફરીયાદ નોંધાવી છે. જેવીને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે માતા-પિતા સહિત પરિવાર સાથે રહે છે. પોતાની અને આરોપીઓની જમીન બાજુબાજુમાં હોઇ અને આરોપીઓએ વિવાદીત જમીનમાં ખોદકામ કરી લેતા જે બાબતે પોતે તેને ના પાડતા આરોપીઓને સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઇ ચારેય શખ્સોએ ગાળો આપી ઢીકા-પાટુનો માર મારી કોદાળી વડે હુમલો કરી ઇજા કરી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ દાખલ કરી હેડ કોન્સ. પ્રતાપસિંહે તપાસ હાથ ધરી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
