News of Thursday, 20th June 2024
બેડી માર્કેટયાર્ડના ચેરમેનની ચૂંટણી પ જુલાઇએ : સહકારી ક્ષેત્રે ગરમાવો
જામનગર જિલ્લા રજીસ્ટ્રાર નિર્મળસિંહ ગોહિલ ચૂંટણી અધિકારી પદે

રાજકોટ, તા. ૧૯ : સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની ગણાતી બેડી (રાજકોટ) માર્કેટ યાર્ડના ચેરમેનની અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે પ જુલાઇ શુક્રવાર નકકી થયાનો જાણવા મળે છે. તે દિવસે સવારે ચૂંટણી અધિકારી તરીકે નિયુકત થયેલ જામનગર જિલ્લા રજિસ્ટ્રાર શ્રી નિર્મળસિંહ ગોહિલ ચૂંટણી કરાવશે. ચૂંટણી અધિકારી સભાપતિ તરીકે ચેરમેનની ચૂંટણી કરાવશે. વાઇસ ચેરમેનની ચૂંટણી બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા થશે.
બેડી માર્કેટ યાર્ડમાં વર્તમાન ચેરમેન જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન વસંતભાઇ પટેલની મુદત પુરી થઇ ગયેલ છે. સરકારે ચૂંટણી અધિકારી તરીકે નિર્મળસિંહ ગોહિલની નિમણુંક કરતા તેમને ચૂંટણી કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટયાર્ડ ભાજપ શાસિત છે. ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન જયેશ બોઘરા અને ડીરેકટર પરસોતમભાઇ સાવલીયા વચ્ચે સ્પર્ધા ગણાય છે. અન્ય કોઇપણ નામ પણ ઉપસી થશે છે. ચૂંટણીની તારીખ નકકી થતા સહકારી ક્ષેત્રે સ્થાનિક રાજકારણ પ્રેરિત ગરમાવો આવી ગયો છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
