તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Monday, 17th June 2024
હળવદની સરકારી હોસ્પિટલમાં બે કલાક લાઇટ ગુલ
દવાખાનામાં દાખલ દર્દીઓની હાલત કફોડી થઇ ગઇઃ જનરેટર છે પરંતુ ચાલુ નથી થતુ

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૭: હળવદ શહેરમાં આવેલ ધાંગધ્રા રોડ પરની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે છેલ્લા બે કલાકથી પણ વધુ સમયથી લાઈટ ગુલ થઈ ગઈ હોય અને હોસ્પિટલમાં રહેલ જનરેટર પણ ચાલતું ન હોય જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ બફારાના કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા હોય સાથે જ હોસ્પિટલ બહાર બેસવા મજબૂર બન્યા હતા.બીજી તરફ પ્રસુતિ માટે આવેલી મહિલાઓ પણ નવજાત શિશુઓને લઈ હોસ્પિટલ બહાર બેઠેલી જોવા મળી હતી. આમ મોસમના પ્રથમ વરસાદમાં થોડા છાંટા પડતાની સાથે વીજતંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સુન કામગીરી પણ પાણીમાં ગઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલને જૂની જગ્યાએથી ધાંગધ્રા રોડ પરની બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે.અહીં તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં મહત્વની સુવિધા કહી શકાય તેવી જનરેટરની સુવિધા નથી.ગઇકાલે મોડી સાંજે થોડા પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતા. જેના કારણે છેલ્લા બે કલાકથી હોસ્પિટલમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી.જેને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ પ્રસુતા માટે આવેલ મહિલાઓ નવજાત શિશુઓને લઈ હોસ્પિટલ બહાર બેસવા મજબૂર બન્યા હતા.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
