તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ભાયાવદર પાસે ખીરસરા ગામની સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા ગામની સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર કેસને લઈ ભાયાવદર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ તેમજ પીઆઈ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર યુવતીએ વડોદરાના વાડી પોલીસ મથકમાં વડતાલના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
યુવતીના કહેવા મુજબ વર્ષ 2016માં જગતપાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને વડોદરામાં આવેલા વાડી સ્વામિનારાયણ મંદિરે બોલાવી હતી અને ત્યારબાદ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ફરિયાદમાં જગતપાવન સ્વામીની મદદ કરનાર મંદિરના અન્ય સાધુઓના નામ પણ લખાવ્યાં છે. જગતપાવન સ્વામીએ યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના પણ આક્ષેપ યુવતીએ કર્યા હતા.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
