News of Saturday, 15th June 2024
ગોંડલ યાર્ડમાં 14362 બોક્સ કેરીની આવક : કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1200 રૂપિયા રહ્યો
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 14319 બોક્સની આવક: રાજાપુરી કેરીના 43 બોક્સની આવક થઇ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 14362 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 15021 બોક્સ કેરીની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1200 રૂપિયા રહ્યો હતો
રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 500 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 14319 બોક્સની આવક થઈ હતી.રાજાપુરી કેરીના 43 બોક્સની આવક થઈ હતી.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
