News of Saturday, 15th June 2024
માણાવદરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને ધારાસભ્ય અરવિંદ લાડાણી નારાજ:પાલિકાના ચીફ ઑફિસરને ઘઘલાવ્યા: જુઓ વિડિઓ
ધારાસભ્ય અરવિંદ લાડાણી મામલતદારની ઑફિસે પહોંચ્યા જ્યાં તેઓ જમીન પર બેસી ગયા અને પોતાની બાજુમાં ચીફ ઑફિસરને બેસાડીને એક પછી એક સવાલોનો મારો ચલાવ્યો: પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને 24 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું

Manavadar MLA Arvind Ladani fumes over government officers' absence in lok darbar, #Junagadh #Gujarat #TV9News pic.twitter.com/clsv30caP7
— Tv9 Gujarati (@tv9gujarati) June 15, 2024
માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી એક્શન મોડમાં આવ્યા છે, પાલિકાના અણધડ વહીવટની ત્રાસેલા અરવિંદ લાડાણી પાલિકાના ચીફ ઑફિસર સાથે જમીન પર બેસી ગયા હતા અને અધિકારીને ખખડાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
માણાવદરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને વ્યાપક ફરિયાદો ઉઠતાં ધારાસભ્ય અરવિંદ લાડાણી મામલતદારની ઑફિસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ ખુદ જમીન પર બેસી ગયા હતા અને પોતાની બાજુમાં ચીફ ઑફિસરને બેસાડીને એક પછી એક સવાલોનો મારો ચલાવ્યો હતો.
આ સાથે જ અરવિંદ લાડાણીએ પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને 24 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થાય, તો 25મી જૂને તેઓ જનતાને સાથે રાખીને આંદોલન કરશે તેમ જણાવ્યું છે.
આટલું જ નહીં ધારાસભ્ય લાડાણીએ ચીફ ઑફિસર પર ખોટી રીતે હરાજી યોજીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચીફ ઑફિસર માફી પણ માંગતા જોવા મળે છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
