News of Saturday, 15th June 2024
ભાવનગરમાં 39.5 ડિગ્રી ગરમી: 38 કી.મી .ની ઝડપે પવન ફૂંકાયો
શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ ઊભો થાય છે પરંતુ મેઘરાજા મન મૂકી હજુ વરસતા નથી.

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે તેજપવન ફૂંકાયો હતો. દિવસ ભર ભારે ગરમી ,બફારાથી લોકો ત્રસ્ત થયા હતા. શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ ઊભો થાય છે પરંતુ મેઘરાજા મન મૂકી હજુ વરસતા નથી.
.ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી રહેવા પામ્યું હતું .જ્યારે લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 38 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
