તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં હજુ પંદર દિવસ સુધી પોલીસ પેટ્રોલીંગ કરશેઃ ડ્રોનથી પેટ્રોલીંગ શરૂ!!

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૫: દ્વારકા જિલ્લામાં મોજપ તથા દરિયાકાંઠા વિસ્તારમાંથી જુદા-જુદા ત્રણ બનાવોમાં સાડા સતાવીસ કરોડની જંગી રકમનો ડ્રગ્સનો જથ્થો બિનવારસુ મળતા જિલ્લા પોલીસવડા શ્રી નીતેશકુમાર પાંડેના માર્ગદર્શનમાં દ્વારકા ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ તથા એસ.ઓ.જી. ટીમના શ્રી સીંગરખીયા તથા દ્વારકા મીઠાપુર પોલીસના પી.આઇ. ઇન્ચાર્જ નિકુંજ જોશી તથા સ્ટાફ દ્વારા હાલ ચેકીંગ ચાલી રહયું છે તે વધુ પંદર દિવસ સુધી ચાલશે.
ગઇકાલે ખંભાળીયા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા દ્વારકા જિ.પો.વડા શ્રી નિતેશકુમાર પાંડેએ જણાવ્યું હતું કે અખાતી દેશોમાંથી આવતા ડ્રગ્સના જથ્થામાં દરિયામાં જથ્થાનો ભાગ પાડતા ડ્રગ્સ માફીયાઓએ પોલીસ કે બરતરફના આવવાથી ભયથી આ ડ્રગ્સ દરયિામાં મુકી દેવાયેલની સંભાવના છે. જે દરિયાયામાંથી વહેતા કાંઠા સુધી પહોંચ્યુ છે. તથા કચ્છમાં પકડાયેલ બે બનાવોનો જથ્થો દ્વારકાના જથ્થાની સમાન છે. એટલે કે બન્ને જથ્થો એક જ પાર્ટીનો હોવાનું અનુમાન છે.
દ્વારકા મીઠાપુર, ઓખા વિસ્તાર તથા નિર્જન ટાપુઓ પર પણ ડ્રોન તથા એસ.આર.ડી., એસ.ઓ.જી. સ્થાનિક પોલીસ દ્વારા પંદર દિવસ પેટ્રોલીંગ ચાલુ રહેશે અને હજુ વધુ જથ્થો પણ દરિયામાંથી આવેલો કયાંકથી મળે તેવી શકયતા પણ મનાઇ છે.(
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
