News of Saturday, 15th June 2024
જેતપુરમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદની સજા
રૂરલ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા જેતપુર પોલીસે સજા કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૫ : જેતપુરમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપીને સજા કરાવવામાં બ્રાંચના તત્કાલિન પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા જેતપુર પોલીસની મહત્વની ભૂમિકા હતી.
અત્રેના નવાગઢ વિસ્તારમાં રહી ભીક્ષાવૃત્તિ તેમજ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરીવારની ફૂલ જેવી માસુમ બાળાને રાત્રીના સમયે કોઇ અજાણ્યો શખ્સ ઉઠાવી જઇ દુષ્કર્મ આચરી નાસી છૂટેલ. આ અંગેની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાતા તત્કાલીન સીટી પીઆઇ વી.કે.પટેલ તેમજ એલસીબી રાજકોટ રૂરલ પીઆઇ મહેન્દ્રસિંહ રાણા, કે જેઓ હાલ ઉના ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવે છે. નરાધમને પકડી પાડી તેના વિરૂધ્ધ તમામ કાગળો પુરાવાઓ એકઠા કરી ચાર્જશીટ શરૂ કરી. આ અંગેનો કેસ એડી. સેસન્સ જજ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે એ.પી.પી. કે.એ.પંડયાએ દલીલો કરતા આરોપીઓનું જગદીશ ચૌહાણ (રહે. રાજસ્થાન)ને આજીવન કેદ તેમજ ભોગ બનનારને રૂા. ૨ લાખનું વળતર ચુકવવા હુકમ કરેલ
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
