<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

જેતપુરમાં એસ.ટી. બસ હડફેટે સાયકલ સ્‍વાર મનોજભાઇને ઇજા

તસ્‍વીરમાં એસ. ટી. બસ અને ઇજાગ્રસ્‍ત સાયકલ સ્‍વાર નજરે પડે છે. (તસ્‍વીર : કેતન ઓઝા જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧પ :..  જેતપુરમાં એસ. ટી. બસ હડફેટે સાયકલ સ્‍વારને ગંભીર ઇજા થઇ હતી.

શહેરના જુનાગઢ રોડ રૈયા રાજ-૧ માં રહેતા મનોજભાઇ કનૈયાલાલ રામચંદાણી ગઇકાલે બપોરના સમયે પોતાની સાયકલ લઇ તીનબતી ચોક વિસ્‍તારમાંથી પસાર થતી હતા ત્‍યારે કેશોદ તરફથી આવતી કેશોદ-વડોદરા રૂટની એસ. ટી. બસના ડ્રાઇવરે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સાયકલને હડફેટે લેતા મનોજભાઇ ફંગોળાઇ રોડ ઉપર ભટકાતા માથાના પાછળના ભાગે તેમજ અન્‍ય ઇજાઓ થતા લોહી નીકળતી હાલતમાં સારવાર અર્થ ખસેડેલ જયાંથી તેનો જુનાગઢ રીફર કરતા પોલીસે એસ. ટી. ચાલક વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી.

(1:34 PM IST)