News of Saturday, 15th June 2024
વરસાદના પહેલા રાઉન્ડમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી : પડધરીના સરપદડ ગામના પુલના બે કટકા થઇ ગયા !
પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો:આ પુલ આઠથી દસ ગામને જોડે છે.તમામ ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત

રાજકોટ :ચોમાસાના પહેલા વરસાદના રાઉન્ડમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે. રાજકોટના પડધરી તાલુકાના સરપદડ ગામના પુલના બે કટકા થઇ ગયા છે. પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.
નોંઘનિય છે કે, આ પુલ આઠથી દસ ગામને જોડે છે. જેના કારણે આ તમામ ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત થયું છે. પુલ તૂટતા ગ્રામજનનો વાહન વ્યવહાર બિલકુલ ઠપ્પ થઇ ગયો છે. પુલના બે કટકા થઇ જતાં સલામતીના ભાગરૂપે આ રસ્તાને બ્લોક કરી દેવાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આંધી પવન સાથે વરસાદ વરસ્યો હતો. જો કે ચોમાસાના પહેલા રાઉન્ડના વરસાદમાં જ નવો જ બનેલો પુલ ધરાશાયી થઇ જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
