<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

જામનગરમાં ૭ ગામોના પાણી પ્રશ્‍ને માટલા ફોડયાઃ ‘આપ'ના ધારાસભ્‍યની અટક

જામગનરઃ જામનગરમાં જલ ભવન ખાતેથી આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય હેમંત ખવાની આગેવાનીમાં જિલ્લાના ૭ ગામોમાં પાણીના પ્રશ્‍નને લઈને માટલા સાથે રેલી યોજવામાં આવી હતી.  આ રેલી કલેકટર કચેરીએ પહોંચી તે પૂર્વે પોલીસે પણ માટલા સાથે કલેકટર કચેરીએ પ્રવેશી રહેલા આપના ધારાસભ્‍ય સહિતના અગ્રણીઓને અટકાવ્‍યા હતા. બાદમાં જિલ્લા કલેકટર બી.જે. પંડ્‍યાને આવેદનપત્ર પાઠવી જામનગરમાં કલેકટર કચેરી બહાર જ માટલા ફોડ્‍યા હતા. જેને લઈને પોલીસે દોડી જઈ તાત્‍કાલિક ધારાસભ્‍યની અટકાયત કરતાં વાતાવરણ ઉગ્ર બન્‍યું હતું અને અંતે ધારાસભ્‍ય સહિતના અગ્રણીઓને સરકારી કચેરીમાં માટલા ફોડવા બદલ ડીટેઇન કર્યા છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:47 AM IST)