<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

મોરબી-વાંકાનેર હાઈવે પર પવન સાથે વરસાદી ઝાપટું, લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : જુન મહિનો અડધો વીતવા આવ્યો છે છતાં મોરબી પંથકમાં હજુ મેઘરાજા મહેરબાન થયા નથી અને સૌ કોઈ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે સાંજના સુમારે મોરબી વાંકાનેર હાઈવે પર વરસાદી ઝાપટું વરસ્યું હતું પવન સાથે હાઈવે પર વરસાદ વરસ્યો હતો જેથી લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી જોકે મોરબી શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો નથી.

(12:35 PM IST)