તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ભાવનગરમાં ફાયરીંગ અને હત્યા કેસમાં ત્રણેય આરોપી ઝડપાયા

ભાવનગર તા.૧૫ : વિઠ્ઠલવાડી વિસ્તારમાંᅠ બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ. ૨૫) અને તેના ભાઈ ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ. ૨૭) ઉપર ત્રણ શખ્સો એ ફાયરિંગ કરી જીવલેણ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવમાં કુલદીપ સિંહનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ .જયારે તેના ભાઈ ઋષિરાજસિંહ ને હોસ્પિટલ ખસેડાયેલ આ બનાવ અંગે ત્રણ શખ્સો વિરૂદ્ધ મોડી રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
દરમિયાન ફાયરિંગ અને હત્યા કેસના ત્રણે આરોપીઓ રાજુ બાબુભાઈ વેગડ, રાહુલ કમલેશભાઈ મકવાણા અને યસ ઉર્ફે બાલા ભાવેશ અલાણીને પોલીસેᅠ ઝડપી લીધા હોવાનું જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું. ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવિજ હાથ ધરી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
