News of Saturday, 15th June 2024
વિશ્વના સૌથી ૭ સુંદર મ્યુઝીયમમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મ્યુઝીયમનો સમાવેશ
યુનેસ્કો દ્વારા મ્યુઝીયમોની યાદી જાહેર

ભુજ તા. ૧૫ : યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝીયમોની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મ્યુઝીયમને અપાયેલ સ્થાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ આને ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
સ્મૃતિવન મેમોરીયલને પ્રિકસ વર્સેલ્સ એવોર્ડની પ્રતિષ્ઠિત યાદીમાં સાત સૌથી સુંદર સંગ્રહાલયોમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે દર વર્ષે યુનેસ્કો દ્વારા આર્કીટેકચર અને ડીઝાઇનના ક્ષેત્રમાં આવે છે.
મુખ્યમંત્રીએ નોંધ્યુ હતું કે, સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણની અભિવ્યકિત માટે ભારતમાં કોઇ મ્યુઝીયમને વૈશ્વિક સ્તરે માન્યતા મળી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, ૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં વડાપ્રધાન મોદીના વિઝન મુજબ આ મ્યુઝીયમ સાકાર થયું છે. મ્યુઝીયમ ભુજીયા ડુંગર ભુજ ખાતે આવેલું છે અને હજારો લીલા વૃક્ષોથી ઘેરાયેલું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
