News of Thursday, 13th June 2024
જુનાગઢના વધાવી ગામે લલીતાબેને એસિડ પીધું: રાજકોટ ખસેડવામાં આવી
કોૈટુંબીક દિયર હેરાન કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: જુનાગઢના વધાવી ગામે રહેતી લલીતાબેન હરેશભાઇ સોરવાડા (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે જુનાગઢ તાલુકા પોલીસને જાણ કરી હતી.
લલીતાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્રી છે. તેણીના માવતર ઓરિસ્સા રહે છે. સગાએ આક્ષેપ કર્યો હતો કે પતિની તબીયત સારી રહેતી ન હોઇ કોૈટુંબીક દિયર તેણીને હેરાન પરેશાન કરતો હોઇ તેનાથી કંટાળીને તેણીએ એસિડ પીધુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
