તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 13th June 2024
જામનગરમાં સ્પોર્ટ્સ સંકૂલમાં ફાયર સેફટીનો અભાવ : ફાયરના સાધનો રાખવામાં ઘોર બેદરાકારી દેખાઈ
15-15 દિવસથી સાધનો રીફલ ન થયા હોય કોઇ દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ ?

જામનગરમાં શહેરભરમાં ફાયરના સાધનો અને નિયમોના અભાવે એકમોને સીલ કરતી જામનગર મહાનગરપાલિકાના તળાવની પાળ પાસે આવેલા રમત ગમત સંકુલમાં બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો એટલે કે એકસ્ટીગ્યુશર નથી. આ બધી રમત રમવા માટે દરરોજ 250 થી વધુ ખેલાડીઓ આવતા હોય છે. આમ છતાં ફાયરના સાધનો રાખવામાં ઘોર બેદરાકારી દાખવામાં આવી છે.
જામનગર મહાપાલિકાના રમત ગમત સંકુલમાં બેડમીન્ટ કોર્ટ, ટેબલટેનીસ રૂમ, જીમ અને લોબીમાં ફાયર એકસ્ટીગ્યુશર નથી. આટલું જ નહીં આ એકસ્ટીગ્યુશર 15 દિવસથી રીફીલમાં ગયા હોવાના દાવા ફરજ પરના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે 15-15 દિવસથી સાધનો રીફલ ન થયા હોય કોઇ દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ તે સવાલ ખેલાડીઓમાં ઉઠયો છે. બીજી તરફ જામનગર મહાનગરપાલિકા હસ્તક શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં પણ ફાયરના અપૂરતા સાધનો છે. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની વધુ ભીડ રહેતી હોય આટલા ફાયરના સાધનો પૂરતા છે કે કેમે તે તપાસનો વિષય બન્યો છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
