<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

જેતપુરના ધારેશ્વર જીઆઇડીસીમાંથી કાર અને ગોડાઉનમાં રાખેલ ૩.૩૦ લાખનો દારૂ-બિયર ઝડપાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ર :.. ઉદ્યોગનગર પીએસઆઇ કે. એસ. ગરચર તથા પીએસઆઇ એલ. બી. મેતા સ્ટાફના ચેતનભાઇ ઠાકોર, સંજયભાઇ પરમાર, હિતેષભાઇ વરૂ, રીઝવાનભાઇ સીંજાત, મીરલભાઇ ચંદ્રવાડીયાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે બોખલા દરવાજા વિસ્તારમાં રહેતો સલીમ સોડાવાળો તેના કબ્જા ભોગવટાના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખેલ હોય જે આધારે ઉદ્યોગનગર પોલીસે ધારેશ્વર જીઆઇડીસી ગીરનાર પાર્કમાં આવેલ બાતમીવાળા ગોડાઉને દારૂ અંગેની રેડ કરતા ગોડાઉન પાસે ગ્રે કલરની ઇકો કાર  નંબર જીજે-રપ-એએ-૯ર૮૬ વાળી પડેલ હોય કારમાં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે કુલ મળી ૧૪૯ર ઇંગ્લીશ દારૂની બોટલો કિ. રૂા. ૩,૧૩,૩૬૦ તથા બિયરના ટીન નંગ ૧૬૮ કિ. રૂા. ૧૬,૮૦૦ તથા ઇકોકાર કિ. રૂા. ૪ લાખ મળી કુલ રૂપિયા ૭,૩૦,૧૬૦ લાખનો મુદામાલ કબ્જે કરેલ રેડ દરમ્યાન હુસેન ઉર્ફે સલીમ સોડાવાળો જીકરભાઇ તેરવાડીયા હાજર મળી આવેલ ન હોય પોલીસે તેના વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

(4:58 PM IST)