તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 12th June 2024
સાવરકુંડલામાં રેલ્વે વિભાગ દ્વારા બનાવાતાઅ પ્લેટફોર્મમાં ગેરરીતીની રાવ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૧૨ : સાવરકુંડલા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન માં પ્લેટ ફોર્મ મેઈન ગેઈટ વિગેરે કામો ચાલી રહ્યા છે તે કામમાં મજબૂત અને સ્ટાર્ન્ડ વસ્તુ વાપરવા ને બદલે હલકી અને તકલાદી રેતી હલકી સિમેન્ટ લોખડ વિગેરે પ્રકારની ચીજ વસ્તુ વાપરવામાં આવી રહી છે. ત્યારે આ રેલવે વિભાગમાં ચાલતા મની સમીક્ષા કરવાના બદલે રેલવે વિભાગ વાળા જાણી જોઈને આંખ આડા કાન કરતા હોવા નું જાણવા મળી રહ્યું છે અને એમ પણ જણાઇ રહ્યું છે કે રેલવે અને કોન્ટ્રાકટર વચ્ચે મીલીભગત હોયનું જાણવા મળી રહ્યું છે જ્યારે નવા ચૂંટાયેલા સાંસદ ભરતભાઈ સુતરીયા આ રેલવે બાબતે થોડું ધ્યાન આપે તો જનતા ના પરસેવા ના પૈસા લેખે વપરાય તેમ લોકોનું કહેવું છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
