તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હજુ વધુ ચરસનો જથ્થો મળવાની શકયતા
અગાઉ દરિયામાં ફેંકી દીધા બાદ હવે કાંઠે આવ્યાનું અનુમાનઃ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આગેવાનીમાં સર્ચ ઓપરેશન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે ચાર દિવસમાં ત્રીજી વખત કરોડોનો જથ્થો ડ્રગ્સનો પકડાતા દ્વારકા જિલ્લો સમગ્ર રાજયમાં ડ્રગ્સની હેરાફેરીમાં ચર્ચાપાત્ર બન્યો છે.
ચાર દિવસ પહેલા દ્વારકાના વરવાળા પાસે દ્વારકા પો. સ. ઇ. સુવા તથા એસ. ઓ. જી.ના એ. એસ. આઇ. સવાલીને મળેલી બાતમી પરથી પોલીસે ૩૦ પેકેટ ચરસ જેમાં રૂા. ૧૬ કરોડ ઉપરાંતનો જથ્થો ભરેલો તે બીનવારસુ પકડી પાડયો હતો. જે પછી મીઠાપુર ઇન્ચાર્જ પી. આઇ. નિકુંજ જોશીને તપાસ સોંપતા તેમણે સ્ટાફ સાથે તપાસ કરતા દ્વારકાના મોજબ ગામ પાસેથી ૮પ ગ્રામ ભરેલ એફ. ૪૩ લાખ રૂપિયાનું પેકેટ મળી આવ્યું હતું જે પછી દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાગર રાઠોડ તથા એસ. ઓ. જી. પી. આઇ. સીગરખીયા તથા દ્વારકા પોલીસે ચેકીંગ કરતા વધુ ર૦ પેકેટ કિંમત રૂા. ૧૧ કરોડનો જથ્થો પણ મીઠાપુર પાસેથી બીનવારસુ મળી આવતા સમગ્ર જિલ્લા રાજયમાં ચકચાર જાગી હતી. ચાર દિવસ માં ત્રણ વખત સાડા સતાવીસ કરોડનો ડ્રગ્સ મળતા તે પણ બીનવારસુ ભારે ચર્ચા જાગી છે.
દિવસોથી દ્વારકાના દરિયામાં બોટીંગની પરવાનગી નથી ત્યારે આ ઇન્ટરનેશનલ મારકેટમાંથી આવેલો જથ્થો દરિયા કાંઠા સુધી આટલી માત્રામાં કયાંથી આવ્યો તે પણ મોટો પ્રશ્ન છે.
આ જથ્થો પાણીમાં ફેંકી દીધો હોય અને તે દરિયામાં તરતો કાંઠા પર પહોંચ્યાનું પણ અનુમાન થઇ રહ્યું છે. તો દિવસોથી બોટીંગ બંધ છે ત્યારે આ જથ્થો કયાંથી કેવી રીતે કાંઠે પહોંચ્યો તે પણ તપાસ ચલાવાઇ રહી છે.
દ્વારકા જિ. પો. વડા નીતેશકુમાર પાંડે તથા દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શનમાં દ્વારકા મીઠાપુર પોલીસ તથા એસ. ઓ. જી. ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરિયા કાંઠા વિસ્તારમાં ચાલુ છે. અને હજુ પણ કયાંકથી વધુ જથ્થો મળે તેવી સંભાવના મનાય છે. દરિયામાં પ્લાસ્ટીકની કોથળીમાં વીંટીને નાખેલો હોય આ જથ્થો પાણીમાં તરતો રહે છે. જેથી ગમે તે જગ્યાએ પહોંચે...!!
ગૃહ મંત્રી રાજય પોલીસ વડાના અભિનંદન પોલીસની ત્રણ દિવસમાં દ્વારકા જિલ્લા પોલીસે સાડા સત્યાવીસ કરોડનો ડ્રગ્સ પકડતા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજય પોલીસ વડાએ દ્વારકા ટીમને અભિનંદન આપ્યા હતાં.
જો કે દ્વારકા જિલ્લા પોલીસની સતર્કતાથી જ આ જથ્થો પકડાયો જો પોલીસ મોડી પહોંચી હોત તો આ જથ્થો સડક માર્ગે નીકળી ગયો હોત તથા રોજ હજારો વાહનો દ્વારકા આવતા હોય બાતમી વગર જથ્થો પકડાયો પણ મુશ્કેલ છે. સ્થાનીક સંકળાયેલા છે કે કેમ ? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
