News of Wednesday, 12th June 2024
સતાધારના ‘આંબાજળ ડેમ'માં નર્મદાના નીર : વિજયબાપુ દ્વારા વધામણા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૨ : સતાધાર ખાતે આવેલ ‘આંબાજળ ડેમ'માં નર્મદાના નીરનુ શુભ આગમન થતા સતાધાર મહંત પૂ.શ્રી વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ દ્વારા શાષાોક્ત પૂજનથી વધામણા કરાયા હતા. આંબાજળ ડેમમાં નર્મદાના નીરના વિતરણનો શુભારંભ થતા વિસાવદર શહેર પર ઝળુંબતો પાણીની અછતનો ખતરો ટળ્યો છે. જેથી લોકોમાં હાશકારો થયો છે.
સતાધાર આંબાજળ ડેમમાં નર્મદાના નીર ફાળવવા વિસાવદર-ભેસાણના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબડીયા અને વિસાવદર નગર પાલિકાના સત્તાધીશોએ રજૂઆત કરી હતી. જેને સફળતા મળી છે. જિલ્લાના સિંચાઈ અધિકારી ભાટુ તથા રવૈયાના હકરાત્મક સહયોગે આ કાર્ય આસાન બનાવ્યુ હતુ.
વિસાવદર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો આબાજળ ડેમ સુકાઈ ગયેલ તથા નગરપાલિકાના કુવા તથા બોરમાં પાણીના તળિયા દેખાઈ જતા અને વરસાદ લંબાતા વિસાવદરમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયેલ અને આ બાબતે વિસાવદર નગરપાલિકા દ્વારા શહેરમાં રિક્ષાઓ ફેરવી પાણીનો બગાડ નહિ કરવા અને પાણીની બચત કરવા લોકોને અપીલ કરેલ હતી અને આ બાબતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાને મળી આ બાબતે સરકારમાં રજુઆત કરી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા વિનંતી કરેલ ત્યારે તાબડતોબ શ્રી રિબડીયા એ જણાવેલ કે, ‘હું ધારાસભ્ય નથી તો શું થયું વિસાવદર મારી માતળભૂમિ અને કર્મભૂમિ છે વિસાવદરની કોઈપણ સમસ્યાએ મારી સમસ્યા છે.' તેવું જણાવી તાત્કાલિક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો સંપર્ક કરી પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા તથા.વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રિબડીયાએ સરકારશ્રીના મંત્રીને ખેડુતલક્ષી આ બાબતની અંગત રસ લઈને રજૂઆત કરી હતી.તેના ફળસ્વરૂપે વિસાવદર તાલુકાનાં ખેડૂતો માટે સુખદ સમાચાર આવ્યા હતા.જેમા.વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આંબાજળ ડેમમાં સૌની યોજના મારફત નર્મદાના નીર પહોંચ્યા. વિસાવદર શહેરના લોકો તથા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપક ઙ્કવર્તે છે. નર્મદાના નીરનુ આગમન થતા જ સતાધારના મહંત પૂ. શ્રી વિજયબાપુ દ્વારા નર્મદાના નીરને પૂજા કરીને વધાવ્યા હતા.આ તકે સિંચાઈના અધિકારી પાંડે હાજર રહ્યા હતા.
આંબાજળ ડેમ-નર્મદાનું પાણી વિતરણ અંગે સત્તાવાર વિગતો આપતા જુનાગઢ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એ.એચ.રવૈયાએ જણાવેલ કે, જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડી ગામ પાસે આંબાજળ ડેમ આંબાજળ નદી પર બાંધવામાં આવેલ છે. ઉનાળશમાં ડેમ ખાલી થઈ જતા વિસાવદર તાલુકાના અમુક ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો ઉપસ્થિત થયેલ હતા. જેનું નિવારણ કરવા વિશાવદર નગર પાલીકા દ્વારા તથા અન્ય રાજકીય આગેવાનો દ્વારા ‘સૌની યોજના' અંતર્ગત ડેમમાં નર્મદાનું પાણી ફાળવાઈ જાય તે ભારે સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જે અન્વયે સિચાઈ વિભાગ જુનાગઢના કાર્યપાલક ઈજનેર શ્રી જે.એન.ભાટુ તથા નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એ.એચ.રવૈયા દ્વારા તાલુકાનો પીવાનો મહદઅંશે હલ કરવા માટે નર્મદાનું પાણી ‘સૌની યોજના' અંતર્ગત ડેમમાં વિતરણ કરવા માટે કાર્યપાલક ઈજનેરશ્રી,જળસંચય વિભાગ,અમરેલીને જરૂરી ભલામણ સાથે દરખાસ્ત કરવામાં આવેલ જે અન્વયે સરકારશ્રી દ્વારા જરૂરી મંજુરી મળતા સૌની યોજનાની લીન્ક-૪ મારફત નર્મદાનું પાણી આંબાજળ ડેમમાં વિતરણ કરવામાં આવેલ છે. જેમાં ડિસ્ચાર્જ પ્રતિ કલાક 450m³ નો છે તથા ડેમમાં અંદાજે ૧૫૦ MCFT જેટલો નર્મદાના પાણીનો જથ્થો આંબાજળ ડેમમાં વિતરણ કરવામાં આવશે
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
