<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

જુનાગઢથી ગોંડલ સુધી અનુસુચિત જાતિની બાઇક રેલી

 જુનાગઢ : જિલ્લા અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઇ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી હત્‍યાની કોશીષ કરવાના મામલે ગોંડલના ધારાસભ્‍યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજાની દાદાગીરી સામે ગોંડલમાં પ્રથમવાર પ્રતિકાર સંમેલન અને જાુનાગઢથી બાબા આંબેકડર સાહેબની પ્રતિમા ખાતે સમાજના લોકો એકત્ર થઇ આઝાદ ચોક, મજેવડી દરવાજાથી રાજકોટ હાઇવે સાબલપુર ચોકડી  નવાગઢ થઇને ગોંડલમાં પ્રવેશશે. અને આંબેડકર ચોકમાં રેલી સંમેલનના સ્‍વરૂપમાં ફેરવાશે. ઉપરોકત તસ્‍વીરમાં દલિત સમાજ દ્વારા જાુનાગઢથી યોજાયેલ રેલીમાં રાજૂભાઇ સોલંકી રાવણભાઇ પરમાર ને સમાજના આગેવાનો નજરે પડે છે. (અહેવાલ -વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:01 PM IST)