<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

અત્‍યાચાર સામે ન્‍યાયની માંગ સાથે ગોંડલ સુધીની બાઈક રેલીનો જુનાગઢથી પ્રારંભઃ રેલીમાં મોટી સંખ્‍યામાં બાઈક સવારો જોડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨: અત્‍યાચાર સામે ન્‍યાયની માંગ સાથે જુનાગઢ થી ગોંડલ બાઈક રેલીનું આજે સવારે આયોજન કરવામાં આવ્‍યું હતું. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જુનાગઢના અનુસૂચિત જાતિના દીકરા સંજુ સોલંકીનું અપહરણ કરી, ઢોર માર મારવાની ઘટનાના વિરોધમાં આજ રોજ સવારે જુનાગઢ ખાતેથી ગોંડલ સુધીની અત્‍યાચાર સામે ન્‍યાયની માગણી સાથેની બાઈક રેલીનો પ્રારંભ થયો હતો.

આ બાઈક રેલીમાં જોડાયેલા યુવકો સહિતના લોકો જૂનાગઢના કાળવા ચોક ખાતે એકત્ર થયા હતા અને ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્‍પ માળા અર્પણ કરી રેલીનું પ્રસ્‍થાન કર્યું હતું.

આ બાઈક રેલીᅠ વીરપુર, જેતપુર થઈને ગોંડલના ડો. આંબેડકર ચોક ખાતે પહોંચી અત્‍યાચાર સામે ન્‍યાયની માગણી કરશે.

(11:48 AM IST)