<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત ૬૦૦ પોલીસ જવાનો તૈનાત

ગોંડલ તા.૧૨: જુનાગઢ નાં દલીત યુવાન નું ધારાસભ્‍ય નાં પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બાદ યુવાન નાં પિતા દ્વારા ધારાસભ્‍ય પુત્ર ની દબંગીરી સામે આક્રોશ વ્‍યક્‍ત કરવા તા.૧૨ બુધવાર નાં જુનાગઢ થી ગોંડલ સુધી રેલી કાઢી ગોંડલ માં મહાસંમેલન ની કરાયેલ જાહેરાત બાદ બુધવાર ની પુર્વ સંધ્‍યાએ ગોંડલ પોલીસ છાવણી માં ફેરવાયું છે.

જુનાગઢનાં એનએસયુઆઇનાં પ્રમુખ સંજયભાઈ સોલંકી નું જુનાગઢ કાળવા ચોક માંથી અપહરણ કરી ધારાસભ્‍ય નાં પુત્ર ગણેશે ગોંડલમાં મારમાર્યા ની ઘટનાનાં ઘેરા પ્રત્‍યાઘાત પડ્‍યા હતા.બનાવ બાદ દલીત સમાજ રોષે ભરાઇ વિરોધ માં સામે આવ્‍યો હતો.સંજયભાઇનાં પિતા જુનાગઢ અનુ.જાતિનાં પ્રમુખ રાજુભાઇ સોલંકી દ્વારા તા.૧૨ બુધવારનાં જુનાગઢ થી વિરોધ પ્રદર્શીત કરતી રેલી કાઢી ગોંડલ આંબેડકર ચોકમાં પંહોચી સભાનું આયોજન કરાયુ હોય ગોંડલનો માહોલ ગરમાયો છે.અને કાયદો અને વ્‍યવસ્‍થાને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્‍યુ છે.

આવતી કાલે બુધવારે જુનાગઢ થી નિકળી રેલી ગોંડલ સવારે અગીયાર વાગ્‍યે પંહોચી જેતપુર રોડ, જેલચોક, ગુંદાળા દરવાજા થઈ ખટારા સ્‍ટેન્‍ડ ડો.આંબેડકર ની પ્રતિમા એ પંહોચી બાદમાં મહાસંમેલનમાં પરિવર્તિત થશે.

રેલી દરમિયાન કોઈ અનિચ્‍છનીય ઘટના ના સર્જાય તે માટે ગોંડલ માં સજ્જડ બંદોબસ્‍ત ગોઠવાયો છે.જેમા ચાર ડીવાયએસપી,૧૧ પીઆઇ, ૩૪ પીએસઆઇ, ૪ ઘોડેસ્‍વાર પોલીસ, ૪૦૦ પોલીસ, ૧૨ ટીઆરપી,૯૫ હોમગાર્ડ સહિત અદાજે ૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ ને ગોંડલ માં તહેનાત કરાયા છે. કોલેજ ચોક થી આશાપુરા ચોકડી તથા ધારાસભ્‍ય નાં નિવાસસ્‍થાન પાસે બંદોબસ્‍ત ગોઠવાયો છે. ઉપરાંત શહેર નાં મુખ્‍ય સર્કલ પર પોલીસ તહેનાત કરાઇ છે. આશાપુરા, ઉમવાડા, ગુંદાળા તથા જામવાડી ચોકડીઓ પર પણ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે.આવતીકાલ તા.૧૨ બુધવાર નાં ધારાસભ્‍ય નાં પુત્ર ગણેશ નાં સમર્થન માં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેવાનું હોય માર્કેટ યાર્ડ માં પણ બંદોબસ્‍ત ગોઠવાયો છે. રેલી પુર્વે શહેરભરમાં ઉતેજનાનો માહોલ છવાયો છે.

(11:06 AM IST)