<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ભાવનગરના રેલીયા ગામે મહિલા પર હૂમલો

તળાજામાં દેશી દારૂના પાંચ ધંધાર્થીઓ પૈકીના બે વચ્‍ચે વોર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૨: તળાજા પોલીસ ના બાતમીદાર તરીકે છાપ ધરાવતા યુવક અને તેની માતા પર બુટલેગર ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્‍યો છે. હુમલો કરવાનું કારણ દારૂનો દેશીદારૂનો બાજુ બાજુમાં ધંધો કરતા હોય બંધ કરવાની ધમકીઆપીને માથું ફોડી નાખવામાં આવ્‍યું હતું. બીજી મારામારી રેલીયા ગામે થઈ હતી.બે મહિલા ને ૧૦૮ દ્વારા લાવવામાં આવી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ તળાજામા દેશીદારૂનો ધંધો કરી રહેલા બુટલેગરો વચ્‍ચે હવે વોર જામી છે. અહીં પાંચ સ્‍થળો પર દેશીદારૂની દુકાન ખોલવામા આવી છે.જાહેર રસ્‍તા પર લોકોની સતત અવર જવર રહેછે તેવા વિસ્‍તારોમાં દેશીદારૂ વેચતા બુટલેગર ઓન લાઈન પેમેન્‍ટ ની પણ વ્‍યવસ્‍થા રાખે છે.

પાંચ પૈકીના બે ધંધાર્થીઓ વચ્‍ચે બબાલ થઈ હતી.દેવલીગામના રાજુ લાખાભાઈ વાઘેલા અને તેની માતા પાનુંબેન પર પિન્‍ટુ દાના મકવાણા, મનોજ દેવા વાઘેલા, ભગાભાઈ અને વિજય એ એક સંપ કરી માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્‍યો હતો. જેને લઈ ઇજાગ્રસ્‍તને હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ.

મારામારીનો બીજો એક બનાવ ગોપનાથ નજીકના રેલીયા ગામે બન્‍યો હતો.જેમાં મમતાબેન સવજીભાઇ ચૌહાણ અને લીલીબેન સવજીભાઈ ચૌહાણ ને તળાજા ૧૦૮ દ્વારા અહીંની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા તેમ EMT બળદેવભાઈ એ જણાવ્‍યું હતુ. જોકે પરિવાર નોજ વિવાદ હોય સમાધાન માટે ના મુરબ્‍બીઓ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી

(11:01 AM IST)