તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
તાલાલા યાર્ડમાં 4960 બોક્સ કેસર કેરીની આવક: ભાવ 10 કિલો બોક્સના 460 રૂપિયાથી 1200 રૂપિયા બોલાયા
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 800 થી 1125 રૂપિયા રહ્યો .

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવકમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 4960 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 5900 બોક્સ કેરીની આવક થઈ હતી.
આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 460 રૂપિયાથી 1200 રૂપિયા બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 17668 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 20504 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 800 થી 1125 રૂપિયા રહ્યો હતો.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
