<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા-લાલપુર માર્ગ પર અકસ્માત : કારનો કચ્ચરઘાણ બોલી જતા ૨ ના મોત

હાપા લાખાસર નજીક કાર ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માતની ઘટના સર્જાઈ : બંને યુવાનો ખંભાળિયાના રહેવાસી હોવાનું અનુમાન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયાતા.૧૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા-લાલપુર માર્ગ પર અકસ્માત 2ના મોત થયા છે.

       હાપા લાખાસર નજીક કાર ચાલકે  કાબુ ગુમાવતાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી.કારે પલ્ટી મારી જાતા 2 યુવાનનાં ઘટના સ્થળે મોત થયા છે.બંને યુવાનો ખંભાળિયાના રહેવાસી હોવાનું અનુમાન છે.

      મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

(4:09 PM IST)