<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

દેવભૂમિ દ્વારકાના મોજપ પાસેથી ૧૧ કરોડનું ચરસ ઝડપાયુ

૨૧ કિલોના ૨૦ પેકેટ બિનવારસી હાલતમાં મળ્‍યા : પોલીસવડા નિતેશ પાંડેની આગેવાનીમાં કાર્યવાહી

(કૌશલ સવજીયાણી દ્વારા) ખંભાળીયા : દ્વારકા જીલ્લાના મોજપ ગામેથી બિનવારસુ હાલતમાં ૨૦ પેકેટમાં ૨૧ કિલોનો, ૧૧ કરોડ રૂપિયાનો ચરસનો વિશાળ જથ્‍થો પકડાયો છે. જેના અનુસંધાને મોજપ ગામ તથા આજુબાજુમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, ડીવાયએસપી સાગર રાઠોડ તથા એલસીબી પીઆઈ કે.કે. ગોહેલ, એસઓજી ઈન્‍ચાર્જ પીઆઈ સીંગરખીયા, દ્વારકા પોલીસની ટીમ સહિતના સ્‍ટાફે ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. બે-ત્રણ દિ' પૂર્વે દરિયા કિનારેથી ૧૬ કરોડનું ૩૨ કિલો ચરસ પકડાયેલ. ફરી ચરસ પકડાતા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

(2:03 PM IST)