<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ગણેશ જાડેજાનાં સમર્થનમાં કાલે ગોંડલ યાર્ડ બંધ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૧: જુનાગઢનાં દલીત યુવાનનું અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટનામાં તા.૧૨ બુધવારનાં જુનાગઢ થી ગોંડલ રેલી આવી રહી હોય તા.૧૨ બુધવારનાં ગણેશ જાડેજાનાં સમર્થનમાં માર્કેટ યાર્ડ બંધ રહેશે. તેવી જાહેરાત કમીશન એજન્‍ટ એસોસિએશન, મજુર યુનિયન તથા વેપારી મંડળ દ્વારા કરાઇ છે. કમીશન એજન્‍ટ એસોસિએશનનાં પ્રમુખ યોગેશભાઇ કીયાડાએ યાદીમાં જણાવ્‍યું કે તા.૧૨ બુધવારનાં જુનાગઢથી રેલી ગોંડલ આવી રહી છે. ત્‍યારે ગણેશભાઇ જાડેજાનાં સમર્થનમાં તા.૧૨નાં માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે. હરરાજી થી લઇને યાર્ડનાં તમામ કામ બંધ રહેશે. તેવું જણાવ્‍યું છે

(2:01 PM IST)