<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

કાલે દલિત સમાજની જુનાગઢથી ગોંડલ બાઇક રેલીનું આગમન

પોલીસની બેઠક યોજાઇઃકાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતી જળવાય તે માટે દલિત સમાજ, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પોલીસ અધિકારીઓની બેઠક યોજાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૧: જૂનાગઢ નાં દલીત યુવાન નું અપહરણ કરી માર મારવાની ચકચારી ઘટના એ ગોંડલ નો માહોલ ગરમાયો છે.આગામી તા.૧૨ નાં દલીત સમાજ ની રેલી ગોંડલ આવી રહી હોય ગોંડલ માં કાયદો વ્‍યવસ્‍થા જળવાય તે હેતુ થી એલર્ટ બનેલાં પોલીસ તંત્ર દ્વારા તાકીદ ની બેઠક નું આયોજન કરાયુ હતુ.અને કોઈ અઘટીત ઘટનાં ના સર્જાય તથા કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે અંગે તાકીદ કરાઇ હતી.

જુનાગઢ નાં સંજયભાઈ સોલંકીનું અપરહણ કરી માર મારવાની  ઘટના માં ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાનાં પુત્ર ગણેશ જાડેજાની જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી લીધી છે. હવે આ મુદ્દો વધુ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરી શકે છે. જુનાગઢ અનુસૂચિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુભાઇ સોલંકીએ મહારેલીની જાહેરાત કરી  છે. આગામી ૧૨ તારીખે જૂનાગઢથી ગોંડલમાં દલિત સમાજની બાઈક રેલી આવી રહી છે. જે સંદર્ભે દલિત અને ક્ષત્રિય બન્ને સમાજની ગોંડલ ડીવાયએસપી ની અધ્‍યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી.

આ બાઈક રેલીમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે હેતુથી દલિત સમાજ અને ક્ષત્રીય સમાજના આગેવાનોની ગોંડલ ડિવિઝનના ડીવાએસપી કે.જી.ઝાલાની અધ્‍યક્ષ સ્‍થાને ગોંડલ પોલીસ સ્‍ટેશને મળેલી મીટીંગ માં  દલિત સમાજના આગેવાન રમેશભાઈ સૌંદરવા, દિનેશભાઈ માધડ, દિનેશભાઈ પાતર, અમિતભાઇ સોલંકી,અનિલભાઈ સોલંકી,જે.કે.પારઘી, સાવનભાઈ પરમાર, સાવજીભાઈ સાગઠિયા, અનીલભાઇ માધડ તેમજ ક્ષત્રિય આગેવાન પળથ્‍વીસિંહ જાડેજા ઓમદેવસિંહ જાડેજા દિગ્‍વિજયસિંહ સોઢા, ઉપેન્‍દ્રસિંહ ચુડાસમા સહિતના અઆગેવાનો ઉપસ્‍થિતિ રહ્યા હતા.

મીટીંગ માં ડીવાયએસપી ઝાલાએ જણાવ્‍યું હતુ કે  રેલી દરમિયાન પોલીસ સ્‍ટાફ બોડીવોન કેમેરાથી સજ્જ રહેશે. વિડીયોગ્રાફર, જિલ્લાની અલગ અલગ બ્રાન્‍ચો, મહિલા પોલીસ સહિતનો લોખંડી બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે. જુનાગઢથી ગોંડલ આવતી દલિત સમાજની બાઈક રેલીમાં કોઈપણ ટીખળખોરો કાયદો હાથમાં લેશે તો તેમની સામે કાયદાકીય પગલાં હાથ ધરવામાં આવશે.

રેલી વિશે મળતી માહિતી મુજબ જુનાગઢથી તા.૧૨ સવારે ૮:૦૦ કલાકે કાળવા ચોક ખાતેથી  ડો.બાબા સાહેબની પ્રતિમા પાસેથી બાઇક - કાર રેલી  વડાલ ચોકી, જેતલસર, જેતપુર પીઠડીયા, વીરપુર અને ગોંડલ  પહોંચશે

(2:00 PM IST)