તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
પોરબંદરને આઝાદી બાદ પ્રથમ વખત કેન્દ્રમાં પ્રતિનિધિત્વ
ઉધોગ બંદર - રેલવે - એરપોર્ટ ક્ષેત્રે વિકાસની નવી દિશા ખૂલે તેવી લોકોમાં આશાઃ કેન્દ્રમાં કેબીનેટ મંત્રી બનેલા પોરબંદરના સાંસદ મનસુખભાઇ માંડવિયાને ઠેર ઠેર આવકારઃ શુભેચ્છાઓનો વરસાદ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તાઃ ૧૧ પોરબંદર લોકસભાની બેઠક ઉપર જંગી બહુમતીથી ચૂંટાયેલા મનસુખભાઇ માંડવિયાને કેન્દ્રમા઼ જંગી બનાવવામાં આવતા પોરબંદર માંથી આઝાદી બાદ પ્રથમ વખત પ્રતિનિધિત્વ મળ્યું છે. જેના કારણે પોરબંદરનો ઉધોગ ક્ષેેત્ર રેલવે એરપોર્ટ અને બંદર ક્ષેત્રે વિકાસની નવી દિશા ખૂલે તેવી લોકોમાં આશા જન્મી છે.
પોરબંદરના સાંસદ મનસુખભાઇ માંડવીયા ને કેન્દ્રમાં કેબીનેટ મંત્રી બનાવવામા઼ આવતા પોરબંદરતમામ ક્ષેત્રેના લાંબા સમયથી ચાલી રહેલા ઉણ ઉકેલ પ્રશ્નનો ઉકેલ આવે તેવી આશા વિશ્વાસ લોકો રાખી રહયા છે. અગાઉ પોરબંદરના માલદેવજીભાઇ ઓડેદરા ને ગુજરાત રાજય મંત્રી મંડળમા઼ નાણા મંત્રી બન્યા હતા. તેઓ એકવખત જીપીસીસીના પ્રમુખ તરીકે પણ રહી ચુકયા હતા. ત્યારપછીના સમયગાળામાં પોરબંદરના એક સમયે જનતાદળમાં રહેલા શશીકાંતભાઇ લાખાણી ને રાજયમાં સ્પીકર તરીકે જવાબદારી સોંપાઇ હતી. શશીકાંતભાઇ જનતાદળમાંથી કોંગ્રેસમાં જોડાયા બાદ તેમને રાજય મંત્રી મંડળમાં કાયદા પ્રઁધાન બનાવવામાં આવ્યા હતા. પોરબંદરના બાબુભાઇ બોખરીયા પણ રાજય મંત્રી મંડળમાં ૨ વખત કેબીનેટ મંત્રી તરીકે જવાબદાર સંભાળી ચુકયા છે. અર્જુનભાઇ મોઢવાડીયા કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ રાજયમાં વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી હતી. પોરબંદરને રાજયમંત્રી મંડળમાં વખતો વખત પ્રતિનિધિતવ મળ્યું હતું. આઝાદી બાદ કેન્દ્રમાં પ્રથમ વખત પોરબંદરના સાંસદ મનસુખભાઇ માંડવિયા ની કેબીનેટ મંત્રી તરીકે પસંદગી કરવામાં આવતા પોરબંદર પથકના લોકો દ્વારા મનસુખભાઇ માંડવિયા ઉપર શુભેચ્છા વરસાવી રહયા છે. અને ચુંટણી વખતે મનસુખભાઇ માંડવિયાએ લોકોએ આપેલા વચનો પુરા કરે તેવો વિશ્વાસ વ્યકત કરી રહયા છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
